ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં જમ્મુ-કાશ્મીરના ઉધમપુરનો 14 વર્ષીય કિશોર આસિફ અલી મુસ્તાક મહંમદ ગુમ થતાં ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ, આસિફ અલી મુસ્તાક મહંમદ ઝઘડિયા GIDC ખાતે આવેલી વર્ધમાન કંપનીમાં આવ્યો હતો. ત્યારબાદ તે ગુમ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ તેના પરિચિતોએ ઝઘડિયા GIDC પોલીસ મથકે કરતાં પોલીસે ગુમ થયેલા કિશોરની શોધખોળ શરૂ કરી છે. જો કોઈ વ્યક્તિને આસિફ અલી મુસ્તાક મહંમદ અંગે કોઈપણ પ્રકારની માહિતી કે ભાળ મળે, તો તેઓ તાત્કાલિક ઝઘડિયા GIDC પોલીસ મથક અથવા ભરૂચ પોલીસનો સંપર્ક કરે, જેથી કિશોરને સુરક્ષિત રીતે શોધી શકાય.