ભરૂચ નગર સેવા સદનની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. તો વિપક્ષે વિવિધ મુદ્દે શાસકોને ઘેરતા વાતાવરણ ગરમાયુ હતું
ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા દરમિયાન વિવિધ મુદ્દાઓને લઈને ભારે ગરમાગરમી જોવા મળી હતી. સભામાં નગરપાલિકાની તમામ 13 કમિટીઓની રચનાને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. સભા દરમિયાન મહિલા કોર્પોરેટર નીના યાદવે તેમને કોઈપણ કમિટીમાં ચેરમેન પદની જવાબદારી સોંપવામાં ન આવતાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે સભામાં થોડો સમય ચર્ચા પણ થઈ હતી.આ ઉપરાંત, તાજેતરમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના તેમજ રસ્તા પર રખડતા પશુના કારણે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોતના મુદ્દે વિપક્ષે સત્તાધારી પક્ષને જવાબદાર ઠેરવતાં આકરા સવાલો ઉઠાવ્યા હતા. આ મુદ્દે બંને પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં સભાનું વાતાવરણ તંગ બન્યું હતું.
વિવાદ વધુ ઉગ્ર બનતાં વિપક્ષના સભ્યોએ સામાન્ય સભાનું સર્ક્યુલર ફાડી વિરોધ નોંધાવ્યો અને સભાનો બહિષ્કાર કર્યો હતો. ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા વિકાસલક્ષી ચર્ચાઓ કરતાં રાજકીય ટકરાવ અને હોબાળાને કારણે વધુ ચર્ચામાં રહી હતી.
ભરૂચ નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન
કારોબારી સમિતિ-પ્રગનેશ પટેલ
વોટર વર્ક્સ અને ગટર કમિટી- હેમેન્દ્ર પ્રજાપતિ
પબ્લિક વર્ક્સ કમિટી-અપર્ણ જોષી
ફાયનાન્સ અને ટેક્સેશન કમિટી-ચિરાગ ભટ્ટ
કાયદા કમિટી- કાજોલ વસાવા
ફાયર અને મોટર ગેરેજ કમિટી- ચેતન રાણા
સમાજ કલ્યાણ કમિટી- વિજય મકવાણા એસ્ટાબ્લિશમેન્ટ કમિટી- દક્ષા વસાવા
લાઈટ કમિટી- ભાવિન પટેલ
સેનેટરી કમિટી – જીગીશા પટેલ
શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કમિટી- વિશ્રુતિ દૂધવાલા
મેડિકલ કમિટી-ભાવીન મિસ્ત્રી
બાગ બગીચા કમિટી- હેમાંગિની મિસ્ત્રી
