આજરોજ ‘આંતરરાષ્ટ્રીય સિનિયર સિટિઝન્સ ડે’ની ઉજવણી નિમિત્તે ઇનરવ્હીલ ક્લબ ઓફ-ભરૂચ દ્વારા ભરૂચ શહેરમાં સિનિયર સિટિઝન્સ માટે સાયબર ક્રાઇમ અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં આજરોજ ‘આંતરરાષ્ટ્રીય સિનિયર સિટિઝન્સ ડે’ની ઉજવણી નિમિત્તે ઇનરવ્હીલ ક્લબ ઓફ-ભરૂચ દ્વારા અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનરવ્હીલ ક્લબ ઓફ-ભરૂચ દ્વારા સિનિયર સિટિઝન્સ આયોજિત આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ સેલ-ભરૂચના અજય ચૌહાણ દ્વારા સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો, ઓનલાઈન છેતરપિંડીથી સાવચેત રહેવાની રીતો તેમજ ડિજિટલ માધ્યમોના સુરક્ષિત ઉપયોગ અંગે ખૂબ જ સુંદર અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો લાભ આશરે 60 જેટલા સિનિયર સિટિઝન્સે લીધો હતો. ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા સમાજના સિનિયર સિટિઝન્સના સન્માન, સુરક્ષા અને સશક્તિકરણ માટે કરવામાં આવેલ આ પ્રયાસને ઉપસ્થિત સૌએ આવકાર્યો હતો. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ શ્રુતિ ચાવડા, સિનિયર સિટીઝન ગ્રુપના ઉપપ્રમુખ વાંસતીબેન દીવાનજી સહિત આમંત્રિત મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
