ગત તારીખ-30 જૂનના રોજ સુરત પાર્સિંગની સિયાઝ કારમાં એક ઈસમ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈ ઉમરવાડા રોડ ઉપરથી પસાર થનાર છે.

જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને ઉમરવાડા જવાના રોડ પર ગુડ્સ ટ્રેન ગરનાળા નીચે વોચ ગોઠવી હતી એ સમયે બાતમી વાળી કાર અને એક બાઈક આવતા પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી સિગારેટના બે બોક્ષમાં સંતાડેલ 12.12 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 36 હજારનો મેફેડ્રોન ડ્રગ્સ અને એક બાઈક,કાર તેમજ ત્રણ ફોન મળી કુલ 3.76 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને અગાઉ 3 આરોપીને ઝડપી પાડ્યા હતા.જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો અક્ષય ઉર્ફે સની ઠાકુરને વોન્ટેડ કર્યો હતો.તે દરમિયાન પોલીસે અક્ષય ઠાકુરને ઝડપી પાડ્યો હતો.