અંકલેશ્વરના સેંગપુર ગામનો બનાવ

દીપડો પાંજરે પુરાયો

વન વિભાગ દ્વારા ગોઠવાયુ હતુ પાંજરું

ગ્રામજનોએ લીધો હાશકારો

દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મુકવાની તજવીજ હાથ ધરાય

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.વન વિભાગ દ્વારા દીપડાને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકવાની તજવીજ હાથ ધરાય છે.

અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની અવરજવર યથાવત જોવા મળી રહી છે. સેંગપુર ગામ ખાતે આવેલા કેશુબાપાની વાડીમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો અવારનવાર દેખાઈ દેતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.દીપડાની વારંવારની અવરજવરને પગલે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ દ્વારા કેશુબાપાની વાડી નજીક દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.દરમિયાન  દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતાં વન વિભાગની ટીમે તેને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દીપડો પકડાઈ જતાં સેંગપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.