જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામમાં રખડતાં શ્વાનનો આતંક
ઘરની બહાર બેસેલી મહિલા ઉપર રખડતાં શ્વાન દ્વારા હુમલો
મહિલાને મોઢા, નાક અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી
ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી
રખડતાં શ્વાનોને વહેલી તકે પકડી લેવામાં આવે તેવી લોકો માંગ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામમાં રખડતાં શ્વાન દ્વારા મહિલાને કરડવાની વધુ એક ઘટના સામે આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામના રહેવાસી ફરજાના ઇમરાન યાકુબ પટેલ પોતાના ઘરની બહાર ઓટલા પર બેઠા હતા. તે દરમ્યાન ગામમાં રખડતાં શ્વાને તેમની ઉપર અચાનક હુમલો કરી દીધો હતો.
આ ઘટનામાં ફરજાના પટેલને મોઢા, નાક અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
તો બીજી તરફ, ખાનપુર દેહ ગામમાં રખડતાં શ્વાનો દ્વારા કરડવાની વારંવાર બનતી ઘટનાઓને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે હાલ તો આવા રખડતાં શ્વાનોને વહેલી તકે પકડી લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
