ભરૂચ તાલુકાના જુના તવરા ગામ સ્થિત મંગલમઠ કબીર આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચ તાલુકાના જુના તવરા ગામે પાવન શલીલા માઁ નર્મદા નદીના તટ ઉપર આવેલા મંગલમઠ કબીર આશ્રમ ખાતે મંગલમંઠના મહંત ચેતનદાસ સાહેબના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગુરુભક્તોએ ઉપસ્થિત રહી ગુરુજીના આશીર્વચન સહિત આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ સાથે જ મંગલમઠ કબીર આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે મંગલમંઠ કબીર આશ્રમ ખાતે મહાઆરતી તથા મહાપ્રસાદીનો પણ ગુરુભક્તોએ લાભ લીધો હતો.
