ભરૂચના ઝઘડિયામાં પોલીસની કાર્યવાહી

વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ

રૂ.36.27 લાખના દારૂનો નાશ

6 પોલીસ મથકમાં ઝડપાયો હતો દારૂ

ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયા ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ રૂપિયા 36. 27 લાખના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

ભરૂચના ઝઘડિયા ડિવિઝન હેઠળ આવતા છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂ, દેશી દારૂ અને બિયરના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ઝગડિયા GIDC વિસ્તારમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી.

કુલ 91 પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યવાહી દરમિયાન ઝગડિયા ASP અજય કુમાર મીના, ઝગડિયા પ્રાંત અધિકારી તથા ઝગડિયા મામલતદાર હાજર રહ્યા હતા.

અધિકારીઓની દેખરેખ હેઠળ તમામ કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરીને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.આ કાર્યવાહી દરમિયાન કુલ 14,092 નાની-મોટી દારૂની બોટલો તેમજ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. નષ્ટ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.36,27,917 હોવાનું અધિકૃત રીતે જણાવવામાં આવ્યું છે.