પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત નારાયણ ધામ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત નારાયણ ધામ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નારાયણ બાપુની સમાધિના દર્શન કરવા માટે ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. વહેલી સવારથી જ નારાયણ ધામ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

ભક્તોએ નારાયણ બાપુની સમાધિ પર માથું ટેકવી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુપૂર્ણિમા નિમિત્તે પાલખી યાત્રા, ગુરુ પાદુકા પૂજન, મહાઆરતી અને ભજન-સત્સંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સમગ્ર નારાયણ ધામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું અને મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

ભક્તોની સુવિધા માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક, પાર્કિંગ અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. નારાયણ બાપુની માનવ સેવાની ભાવનાને આગળ વધારતા નારાયણ ધામ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તોએ ગુરુ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.