ભરૂચના વાગરાનો બનાવ
વિલાયત નજીક ઘટના બની
ભૂખી ખાડી પરના પુલ પરથી કાર નીચે ખાબકી
કાર ચાલકનું મોત નિપજ્યું
ભરૂચના વાગરાના વિલાયત નજીક આવેલ ભૂખી ખાડી પરથી કાર નીચે ખાબકતા કારચાલકનું મોત નિપજ્યું હતું. ભરૂચના વિલાયત-ભૂખી ખાડી પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર પુલ પરથી ઊંચાઈ પરથી નીચે ખાડીમાં પટકાતા કારના ફુરચા ઉડી ગયા હતા.અકસ્મતમાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બાળક સહિત અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્મતાની જાણ થતાં પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની તપાસ ચાલી રહી છે.
