ભરૂચના આમોદમાં કરાયુ આયોજન

જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ

HIV અંગે જાગૃતિના પ્રયાસ

ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત

જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે

ભરૂચના આમોદમાં HIV અંગે બે માસીય જનજાગૃતિ અભિયાનનો ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના આમોદમાં HIV/AIDS અંગે લોકોમાં જાગૃતિ વધારવા માટે બે માસીય જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, આમોદ ખાતે ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ઇન્ટેન્સીફાઈડ IEC કેમ્પેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ, આરોગ્ય કેન્દ્રના અધિક્ષક, તબીબી સ્ટાફ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમો દ્વારા HIV અંગેની ખોટી માન્યતાઓ દૂર કરવા, HIVથી બચાવ અંગે યોગ્ય માહિતી આપવા તેમજ દરેક વ્યક્તિ પોતાનું HIV સ્ટેટસ જાણે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.