અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (AIA), GIDC અને નોટિફાઇડ એરિયા ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે આગામી 15 ઓગસ્ટ, શનિવારના રોજ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કમલમ ગાર્ડન ખાતે સવારે 9:00 કલાકે કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી, દેશભક્તિપૂર્ણ વાતાવરણ તથા વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.
આ પ્રસંગે ઉદ્યોગકારો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
