કરણી સેના ગુજરાત એકમની એક દિવસીય કારોબારી બેઠક અને નિમણૂક કાર્યક્રમ થલતેજ ક્રોસ રોડ અમદાવાદ સ્થિત ટાઇટેનિયમ ક્લબ હાઉસ ખાતે યોજાયો હતો.
કરણી સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઓ.પી.સિંહની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં રાજકોટના રહેવાસી ભરત સુદાણીને ગુજરાત રાજ્ય કરણી સેનાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિ મહેતાપસિંહ રાજપૂતને અમદાવાદ જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી,અને કચ્છ સૌરાષ્ટ્ર પ્રદેશના રહેવાસી ધર્મેશ ગાંધીને કરણી સેના ગુજરાત યુવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
કરણી સેના ગુજરાત મહિલા શક્તિના પ્રદેશ પ્રમુખ શ્રીમતી મીરાસિંહ રાજપૂત અને સંગઠન મહાસચિવ સુશ્રી રેખા શ્રીવાસ્તવના પ્રસ્તાવ પર, શ્રીમતી મોનિકા રાજપૂતને અમદાવાદ શહેર પ્રમુખ મહિલા શક્તિ પદથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર હાઈકોર્ટના વકીલ અલ્પેશ અને પ્રીતેશ ખંબોજા હતા,જેમણે સમાજના યુવા વર્ગ પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મૂક્યો હતો.
