ભરૂચ જિલ્લા કલેકટર ડો.નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા આયોજન ભવન ખાતે યોજવામાં આવી હતી. જે દરમ્યાન સંબંધિત વિભાગોના કેસોનો ઝડપથી નિકાલ લાવવા માટે સૂચના અપાઈ હતી.
બેઠકમાં ઉપસ્થિત લોકપ્રતિનિધિઓએ પોતાના મત વિસ્તારોના નાગરિકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અને વિકાસલક્ષી મુદ્દાઓ રજૂ કરી વહીવટી તંત્રનું ધ્યાન દોર્યુ હતું.આ બેઠકમાં વીજ સપ્લાયને લગતાં પ્રશ્રો, જિલ્લામાં નવી લાઈબ્રેરીઓ બનાવવાના આયોજનને લગતી બાબતો, નર્મદા નદી કાંઠાની જમીન ધોવાણને લગતા પ્રશ્ર સાથે સમસ્યાના સમાધાન બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડીમ્પલ બેન રાજ, ધારાસભ્ય અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
