એમ.કે.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પયુટર સ્ટડીઝ ખાતે આયોજન
BCA કોલેજના 26માં સ્થાપત્ય દિવસની ભવ્ય ઉજવણી
વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક નૃત્યકૃતિઓ રજૂ કરાય
વિવિધ વિષય પર વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન અપાયું
સંસ્થાના ડાયરેકટર સહિત કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો
ભરૂચ શહેરની એમ.કે.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પયુટર સ્ટડીઝ (BCA કોલેજ)ના 26માં સ્થાપત્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી સદ વિદ્યા મંડળ સંચાલિત એમ.કે.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પયુટર સ્ટડીઝ (BCA કોલેજ) ભરૂચના 26માં સ્થાપત્ય દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.આ સાથે જ અમદાવાદ MKICSના ભુતપૂર્વ વિદ્યાર્થી અને ફેમ આઇટી કન્સલ્ટેસીના CEO નીરવ શુક્લા દ્વારા “IT OPPORTUNITY IN SPORTS MANAGEMENT” વિષય પર વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના ડાયરેકટર જીવરાજ પટેલ, ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ. જાગીન પટેલ, કોલેજ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
