ભરૂચથી અંકલેશ્વર જતા મુખ્ય માર્ગ પર ખાડીમાં મગર દેખાતા લોકોમાં કુતૂહલ સાથે ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. ખાડીમાં મગર નજરે પડતાં માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ પોતાના વાહનો રસ્તાની બાજુએ ઊભા રાખ્યા હતા.મગરને જોવા માટે લોકો ટોળે વળ્યા હતા અને અનેક લોકોએ મોબાઇલમાં મગરના વીડિયો તથા તસવીરો ઉતાર્યા હતા.
અગાઉ પણ ભરૂચ-અંકલેશ્વર માર્ગ તેમજ આસપાસની ખાડીઓમાં મગર દેખાવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.મગર રોડ નજીક દેખાતા લોકોમાં કુતૂહલની સાથે સાવચેતીનો માહોલ પણ જોવા મળ્યો હતો. માર્ગ પર વાહનો ઊભા રાખીને લોકોની ભીડ એકઠી થતાં અકસ્માતનો ભય પણ સર્જાયો હતો. મગરને જોવા જતા લોકોએ સલામત અંતર જાળવવા અને વાહનવ્યવહારને અડચણ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર ખાડીમાં મગર દેખાતા લોકોમાં કુતૂહલ, મગર જોવા લોકોનો જમાવડો
