ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
બાઈક રેલીનું કરાયુ આયોજન
રક્તદાન શિબિરની જાગૃતિ અર્થે આયોજન
આવતીકાલે યોજાશે રક્તદાન શિબિર
બાઈક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભરૂચમાં આવતીકાલે યોજાનાર મેગા રક્તદાન શિબિરની જાગૃતિ અર્થે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન, ભરૂચ બ્રાંચ, વડોદરા ઝોન-31 દ્વારા 15 ઓગસ્ટના રોજ યોજાનારી મેગા રક્તદાન શિબિરના પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિના હેતુથી શુક્રવારે ભરૂચ શહેરમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીમાં 20 જેટલી બાઈક સાથે 40થી 50 જેટલા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન સ્વયંસેવકોએ નાગરિકોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવી અને જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવવા વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટે અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ, 2026ના રોજ મુક્તિ પર્વ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, ઝાડેશ્વર, ભરૂચ ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ માનવતાભર્યા અભિયાનને સફળ બનાવવા સમાજના યુવાનો અને નાગરિકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિનુભાઈ કાપડિયા,સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
