ગત તારીખ- 7 ડિસેમ્બરના રોજ અંકલેશ્વરની જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ ધવલ ભટ્ટ આર. કે. આંગણીયા પેઢીમાંથી 10 લાખ રૂપિયા લઈને પોતાની કારમાં ઓફિસે જઈ રહ્યા હતા. તે દરમિયાન .આઈ.ડી.સી.ઓફિસના ગેટ નજીક બાઇક પર સવાર ત્રણ અજાણ્યા ઇસમોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયાનું કહી માથાકૂટ કરી નજર ચૂકવી ડ્રાઇવર સીટ પાસે મૂકેલી 10 લાખ રૂપિયા ભરેલી બેગ ચોરી લીધી હતી અને ત્રણેય ઈસમો ફરાર થઈ ગયા હતા.

આ અંગે પોલીસે ગુનો નોંધી અગાઉ ત્રણ ઈસમો ઝડપી પાડ્યા હતા.જ્યારે આ ગુનામાં સંડોવાયેલ પાટણના સિદ્ધપુર ખાતે રહેતો સૌરભ મનહર ધવડને આજરોજ ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.