ભરૂચના હાંસોટ તાલુકાના પાંડવાઈ સ્થિત શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ વ્યવસ્થાપક સમિતિની કુલ 15 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પત્રો મેળવવા અને રજૂ કરવાની પ્રક્રિયા 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ 2025 દરમિયાન રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 22 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવશે. માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કર્યા બાદ ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા 25 ઓગસ્ટ 2025 સુધી રહેશે અને ત્યારબાદ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

ચૂંટણી માટે  5 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતગણતરી 6 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. મતગણતરી પ્રક્રિયા હાંસોટ મામલતદાર કચેરી ખાતે યોજાશે.અત્રે ઉલ્લેખનીય છે કે પંડવાઈ સુગર ફેકટરીના વર્તમાન ચેરમેન રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ છે ત્યારે પ્રતિષ્ઠ ભરી ચૂંટણી પર સૌ કોઈની નજર છે.