ભરૂચમાં તંત્રની કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાય

પાલેજમાં મોટાપાયે હાથ ધરાયુ ચેકીંગ

અખાદ્ય પદાર્થોનો કરાયો નાશ

વેપારીઓને સ્થળ પર નોટીસ અપાઈ

ભરૂચના પાલેજ પંથકમાં ફૂડ પોઇઝનિંગના આક્ષેપ વચ્ચે એક સગીરનું મોત નિપજ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હરકતમાં આવ્યું છે અને ખાણી પીણીની લારીઓ પર ચેકીંગ હાથ ધરાયુ હતું

ભરૂચ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે પાલેજ પંથકમાં આવેલી આશરે 10 જેટલી હોટલો અને ખાણીપીણીની પેઢીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું દરમિયાન રસોડાની પદાર્થોની તપાસ અધિકારીઓએ સ્વચ્છતા, ખાદ્ય ગુણવત્તા અને સ્ટોરેજની ઝીણવટભરી ચકાસણી કરી હતી. જેમાં કેટલાક સ્થળોએ ગંભીર બેદરકારી સામે આવતા અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાથી સંચાલકોને સ્થળ પર જ કડક નોટિસ ફટકારવામાં આવી હતી. આકસ્મિક ચેકીંગ દરમિયાન સ્થળ પરથી માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો વાસી અને અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા અખાદ્ય જથ્થામાં ટામેટા, ધાણા અને લસણ જેવા શાકભાજી 10 કિલો, બાફેલા ચણા 2 કિલો, ચિકન ગ્રેવી 1.50 કિલો, બાફેલા રાઈસ 5 કિલો, કાચું ચિકન 3 કિલો, તળેલું તેલ 3 કિલો, 24 નંગ વાસી રોટલી, ચિકન મસાલા 4 કિલો, રેડ ટિક્કા ચિકન 7 કિલો અને અન્ય 7 કિલો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ તમામ અખાદ્ય વસ્તુઓનો યોગ્ય જગ્યાએ નાશ કરાવ્યો હતો.બીજી તરફ ભરૂચ નગરપાલિકાની કચેરી સામે જ ઇન્ડિયન બેકરીમાં પણ ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી હતી. પફની અંદર બટાકુ દુર્ગંધ વાળુ નીકળતા ગ્રાહકની ફરિયાદના પગલે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઇન્ડિયન બેકરીને ક્લોઝર નોટિસ આપી તમામ પફનો જથ્થો કચરામાં નિકાલ કરાયો હતો અને સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.