અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આયોજન

શિવ એકતા ગ્રુપ દ્વારા આયોજન

અનાજની 200 કીટનું વિતરણ

તહેવારોને ધ્યાને રાખી સેવાકાર્ય

આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે શિવ એકતા ગ્રુપ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદોને અનાજની 200 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું 

અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આવેલા શિવ મંદિરે શિવ એકતા ગ્રુપ દ્વારા તહેવારોને ધ્યાને રાખી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ગામના આશરે 200 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ અને ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ ભરત પટેલના પ્રયાસોથી આ સેવાકાર્ય યોજાયું હતું. તહેવારોના પર્વમાં જરૂરિયાતમંદ પરિવારોને ઘરવપરાશની આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.શિવ એકતા ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષથી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે હાથ ધરવામાં આવેલી આ પહેલને ગ્રામજનો દ્વારા આવકારવામાં આવી હતી.