ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ વિભાગના અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ અને ટ્રાયબલ સબ પ્લાન કચેરી હેઠળ આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી હતી.વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની વિવેકાધીન જોગવાઈ હેઠળ અંદાજિત રૂા.૪૩૦૦.૦૪ લાખથી વધુના કુલ ૧૨૯૬ વિકાસ કામોના આયોજનને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.ગુજરાત પેટર્ન યોજના વર્ષ : ૨૦૨૬ – ૨૦૨૭ના આયોજનની બેઠકમાં ગુજરાત પેટર્ન ૯૬% (પ્રાયોજના વિસ્તાર)ની જોગવાઈ રૂા. ૩૫૪૮.૭૭ લાખની સામે ૯૫૬ કામોનું રૂા.૪૦૧૭.૨૪ લાખનું આયોજન મંજુર કરવામાં આવ્યુ. તથા ગુજરાત પેટર્ન ૪% (છુટાછવાયા વિસ્તાર)ની જોગવાઈ રૂા.૭૫૧.૨૭ લાખની જોગવાઈ સામે ૮૮૯.૬૯ લાખની આયોજન સર્વાનુમે મંજુર કરવામાં આવ્યુ હતું.આ તકે, જિલ્લા આયોજન કચેરી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમિયાન તૈયાર કરવામાં આવેલ ‘વિકાસ વાટિકા’ પુસ્તકનું વિમોચન પ્રભારી મંત્રી અને અન્ય મહાનુભાવોને હસ્તે કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં, જિલ્લા પંચાયતના પ્રમુખ  ડીમ્પલબેન રાજ, ધારાસભ્ય  રિતેશ વસાવા, રમેશ મિસ્ત્રી,અરૂણસિંહ રણા, ડી.કે. સ્વામી, જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.