અંકલેશ્વરમાં ફરી એકવાર વિવાદ
ત્રણ રસ્તા શાકમાર્કેટમાં વિવાદ
લારીઓ આગળ મુકતા મહિલાઓમાં નારાજગી
લારીઓ પાછળ હટાવવા માંગ
વેચાણ ન થતું હોવાની રજુઆત
અંકલેશ્વરના ત્રણ રસ્તા માર્કેટમાં ફરી વિવાદ જોવા મળી રહ્યો છે.શાક માર્કેટમાં લારીઓ આગળ મુકતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો
અંકલેશ્વરના ત્રણ રસ્તા શાક માર્કેટ ખાતે જગ્યા ફાળવણી અને લારીઓ ગોઠવવા બાબતે લારીધારકો અને પાથરણાવાળા વચ્ચે વિવાદ સર્જાયો છે. શાકભાજી વેચતી મહિલાઓએ પાલિકા તંત્ર અને લારીધારકો સામે વિરોધ નોંધાવ્યો છે. ટ્રાફિક સમસ્યાને કારણે કલેક્ટર અને પાલિકા દ્વારા શાકભાજી વેચતી મહિલાઓને નવી જગ્યા ફાળવવામાં આવી હતી. પરંતુ, તેમની જગ્યાની આગળ લારીઓ ગોઠવી દેવામાં આવતાં ગ્રાહકો અંદર સુધી આવી શકતા નથી. જેના કારણે તેમનો શાકભાજીનો માલ ત્રણ-ચાર દિવસ સુધી વેચાયા વગર પડી રહે છે અને ભારે નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. શાકભાજી વેચતી મહિલાઓએ આગળ મૂકવામાં આવેલી લારીઓને પાછળ ખસેડવામાં આવે અથવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી તેમનો વેપાર-ધંધો ચાલુ રહી શકે. તે માટે રજુઆત કરી છે.
