અંકલેશ્વરનું ગૌરવ

ગડખોલની દીકરીએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

પિતા કરે છે કડીયા કામ

M.sc.માં 4  ગોલ્ડમેડલ હાંસલ કર્યા

ભવિષ્યમાં પી.એચ.ડી.કરવાનું સ્વપ્ન

અંકલેશ્વરના ગડખોલમાં રહેતા અને કડિયા કામ કરતા પિતાની દીકરીએ માસ્ટર ઓફ સાયન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 4 ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર તેમજ અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે.વિદ્યાર્થીનીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું

અથાગ પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી હોતો.આ ઉક્તિને અંકલેશ્વરની એક વિદ્યાર્થીનીએ સાર્થક કરી બતાવી છે. ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતી અને  અંકલેશ્વરના ગડખોલમાં રહેતા નિમેષ મિસ્ત્રીની પુત્રી નેહલ મિસ્ત્રીએ માસ્ટર ઓફ સાયન્સમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રી વિષયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 4 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે.નેહલ મિસ્ત્રીના પિતા મિનેશ મિસ્ત્રી કડિયા કામ કરે છે જ્યારે તેની માતા અને દાદી પણ શ્રમયોગી છે. અત્યંત સામાન્ય પરિવારની દીકરીએ સમગ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર સહિત અંકલેશ્વરનું નામ પણ રોશન કર્યું છે. તારીખ 24 ઓગસ્ટ 2026ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મીનલ મિસ્ત્રીને 4 ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

તેણે માસ્ટર ઓફ સાયન્સ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં 

સૌથી વધુ CGPA  પ્રાપ્ત કર્યા છે.ભવિષ્યમાં નેહલ પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી પ્રોફેસર બનવા માંગે છે અને તેના જ્ઞાનનું ભાથું અન્ય વિદ્યાર્થીઓને પણ આપવા માંગે છે.અત્રે ઉલ્લેખનીય છે કે નેહલ મિસ્ત્રીને B.sc.માં પણ ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો ત્યારે આ Gen-Zની મહેનત અને આત્મવિશ્વાસે કમાલ કરી બતાવી છે.