ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
એ ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન
શાંતિ સમિતિની બેઠક યોજાઇ
ઇદેમિલાદ અને જન્માષ્ટમીના પર્વને લઈ આયોજન
તહેવારો કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અપીલ
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે એ-બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે એ-બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમોના ઇદેમિલાદ તેમજ હિન્દૂ સમાજના પવિત્ર શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને છડી ઉત્સવ સહિતના પર્વને અનુલક્ષીને યોજાયેલી આ બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ચર્ચા કરવામાં આવી.બેઠકમાં ડી.વાય.એસ.પી.સી.કે પટેલ સહિત ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.આ પ્રસંગે હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. તમામ આગેવાનોએ એકતા અને ભાઈચારા સાથે તહેવારો ઉજવવા અને કોમી એખલાસ જાળવવા સહકાર આપવાની ખાતરી આપી હતી.પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સન્માનના માહોલમાં તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
