ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન જાહેરમાં ગંદકી કરનારા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો સામે નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનદારો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં નગરપાલિકા દ્વારા કુલ રૂ. 5,800નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.નગરપાલિકાની આ કાર્યવાહીથી વેપારીઓમાં પણ નિયમોના પાલન અંગે જાગૃતિ આવે અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવો સંદેશ આપવામાં આવ્યો છે. ભવિષ્યમાં પણ ગંદકી કરનારા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.
ભરૂચ: નગર સેવા સદન દ્વારા સ્ટેશન રોડ પર ચેકીંગ, ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારો સામે કાર્યવાહી
