અંકલેશ્વરની પટેલ નગર સોસાયટી પાસેથી ભરૂચ એલસીબીની ટીમે જુગાર રમતા પાંચ જુગારીયાઓની અટકાયત કરી રૂ 15 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિગ માં હતી તે દરમ્યાન જુગાર અંગેની મળેલી બાતમી ના આધારે પટેલ નગર ઝુપડપટ્ટી નજીક રેલ્વે ટ્રક પર રેડ કરતા જુગાર રમતા ભૌઉ તુકારામ જાદવ ,ગણપત ઠાકોર  પટેલ ,સુરજ શંકર સતક ,સાગર અશોક માંગારૂરી અને માનસિંગ ભાનસિંગ કશ્યપ ને ઝડપી લીધા હતા .પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 12 હજાર મળી કુલ રૂ 15 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ દર્જ કરાવી હતી.