વડોદરા મધ્યસ્થ જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાને રક્ષાબંધન પર્વે તેમની બહેનોએ રાખડી બાંધી હતી. જેલના કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પણ ભાઈ અને બહેનના પવિત્ર સંબંધની અનોખી ઝલક જોવા મળી હતી. 

રક્ષાબંધનના પવિત્ર પર્વ પર વડોદરા સેન્ટ્રલ જેલ ખાતેથી પ્રેમ અને લાગણીના ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા મધ્યસ્થ જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાને રક્ષાબંધન પર્વે તેમની બહેનોએ રાખડી બાંધી હતી. જેલના કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પણ ભાઈ અને બહેનના પવિત્ર સંબંધની અનોખી ઝલક જોવા મળી હતી.

રક્ષાબંધનના આ ખાસ દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ચૈતર વસાવાની બહેનો ખાસ વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચી હતી. જેલ પરિસરમાં બહેનોએ ભાઈ ચૈતર વસાવાના કાંડા પર રાખડી બાંધીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તિલક કરી ઉજવણી કરી હતી. રાખડી બાંધતી વખતે ભાઈ-બહેન બંને અત્યંત ભાવુક બની ગયા હતા. બહેનોએ પોતાના ભાઈની ઉત્તમ સુખાકારી, લાંબા આયુષ્ય અને સલામતી માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. જેલના નીરસ અને બંધિયાર વાતાવરણ વચ્ચે પણ રક્ષાબંધનના આ તહેવારે સ્નેહ અને પરિવારના લાગણીસભર માહોલનો સંચાર કર્યો હતો.