ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં તહેવારોના દિવસોમાં તસ્કરોના આંટાફેરાની આશંકાએ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આકાશ ગંગા અને નીલકંઠ નગર સોસાયટી વિસ્તારમાં એક અજાણ્યા શંકાસ્પદ ઈસમની હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ છે. GNFC પાછળના રોડ પર આવેલી સોસાયટીઓમાં આ શંકાસ્પદ ઈસમ નજરે પડ્યો હતો. રાત્રિના સમયે તેની હિલચાલને પગલે સ્થાનિકોમાં ઘરોને નિશાન બનાવવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસને જાણ કરી છે. તહેવારોના દિવસોમાં સોસાયટી વિસ્તારોમાં શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવર પર નજર રાખવા અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ પણ ઉઠી છે.