સાબરકાંઠામાં હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસે કરોડો રૂપિયાના ઓનલાઈન ફ્રોડ આચરતી એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.અને પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે.

સાબરકાંઠામાં હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસે કરોડો રૂપિયાના ઓનલાઈન ફ્રોડ આચરતી એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.પોલીસે આ કેસમાં 10 આરોપીઓની ઓળખ કરી 9ની ધરપકડ કરી લીધી છે. હિંમતનગર અને ઈડર વિસ્તારમાંથી મળી આવેલા 12 શંકાસ્પદ મ્યુલ બેંક એકાઉન્ટમાંથી દેશભરમાં રૂપિયા 14 કરોડ 24 લાખથી વધુનો સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

મહારાષ્ટ્ર, કેરળ અને તેલંગાણા જેવા રાજ્યોમાંથી આ ખાતાઓ સામે 17થી વધુ ફરિયાદો નોંધાઈ હતી. આરોપીઓ લોકોના ખાતા ભાડે રાખી તેમને 3 થી 4 ટકા કમિશન આપતા અને બાકીની રકમ ATM અથવા ચેક મારફતે ઉપાડી લેતા હતા.હાલ પોલીસે મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા અને ફ્રોડની રકમ રિકવર કરવા તપાસ વધુ તેજ કરી છે.