ભરૂચના હાંસોટનો બનાવ

2 ભાઈઓ પર થયો હતો હુમલો

અંગત અદાવતે હુમલો કરાયો હતો

પોલીસે આરોપીઓનું કાઢ્યું સરઘસ

ઘટનાનું કરાવ્યું રી કન્સ્ટ્રક્શન

ભરૂચના હાંસોટ સર્કલ ત્રણ રસ્તા પાસે અંગત અદાવતે ચાર ઈસમોએ ધારીયા અને લોખંડની પાઇપ વડે બે ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો.પોલીસે આ મામલામાં ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરી તેઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

ભરૂચના હાંસોટ ગામના ખીડકી ફળિયામાં રહેતો જાબિર મુસ્તુફા જાફર અને તેનો ભાઈ સાદ સલીમ જાફર હાંસોટ ત્રણ રસ્તા પાસે હોટલની બાજુમાં આવેલ ગલ્લા પર પાન મસાલો લેવા માટે ઉભા હતા.તે દરમિયાન નિઝામ સમુદ્દીન કાનૂગા,અબ્દુલ કાદીર શબ્બીર કાનૂગા,ઈરફાન સલીમ શેખ અને ઈંદ્રિશ ઇલ્યાસ ખ્વાજા તેમજ ઇસતીયાક ઇલ્યાસ ખ્વાજા લોખંડની પાઇપ લઈ મારવા દોડી તને આજે પતાવી જ દેવાનો છે કહી ધમકી આપતા હતા.જ્યારે નિઝામ સમુદ્દીન કાનૂગા લોખંડની પાઇપ અને અબ્દુલ કાદીર શબ્બીર કાનૂગા ધારીયા વડે તેમજ ઈરફાન સલીમ શેખ પણ લોખંડની પાઇપ વડે જાબિર અને સાદ ઉપર તૂટી પડી હુમલો કર્યો હતો. બનાવમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ તરફ પોલીસે ગુનો નોંધતા પી.આઈ.નયન વસાવાના માર્ગદર્શનમાં ગણતરીના સમયમાં તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આજરોજ પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતુ.પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું