ભરૂચના આમોદમાં બન્યો હતો બનાવ

ઇખર ગામની પ્રાથમિક શાળાનો બનાવ

વિદ્યાર્થીને મરાયો હતો ઢોર માર

શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

આમોદ પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના આમોદ તાલુકાના ઈખર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-2 ₹માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર મારવાના મામલામાં શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાય છે.

ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે મારપીટની ગંભીર ઘટના સામે આવી છે. વાંચવામાં ભૂલ થતાં વર્ગ શિક્ષકે વિદ્યાર્થીને પ્લાસ્ટિકના પાઇપ વડે ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ છે. વર્ગ શિક્ષક મુબારક યુસુફ વોરાએ વિદ્યાર્થીને એટલો માર માર્યો કે તેના શરીર પર સોળ પડી ગયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં આમોદ પોલીસે શિક્ષક સામે જુવેનાઇલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શાળામાં બાળક સાથે બનેલી આ ઘટનાને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલામાં શિક્ષણ વિભાગે પણ તપાસના આદેશ આપ્યા હતા ત્યારે શિક્ષક સામે શું પગલાં ભરાય છે તે જોવાનું રહેશે