અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ પાસે અંકલેશ્વર તરફ આવી રહેલી એક ઇકો કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબો ગુમાવતા કાર રોડ સાઈડ આવેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી.અકસ્મતના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.સદનસીબે અકસ્માત સમયે દુકાનમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.અકસ્માતમા કારચાલકને સામાન્ય ઇજા થઇ હતી.
અંકલેશ્વર: દઢાલ ગામ નજીક અકસ્માતની ઘટના, કાર દુકાનમાં ઘુસી જતા દોડધામ
