ભાવનગર શહેરના જવાહર મેદાનમાં આયોજિત લોકમેળામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો,જોકે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

ભાવનગર શહેરના જવાહર મેદાનમાં આયોજિત લોકમેળામાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો હતો. વગર ટિકિટે રાઈડ્સમાં ઘૂસીને માથાકૂટ કરવા સાથે મેળામાં તોડફોડ મચાવી લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં ભારે ચકચાર મચી હતી. પરંતુ હવે ઘોઘારોડ પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે.

પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરીને ઘટનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવતા બે સગીર સહિત કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

પોલીસની આ કડક અને દાખલારૂપ કાર્યવાહીને કારણે મેળામાં આવતા મુલાકાતીઓ અને વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી છે, તો બીજી તરફ અસામાજિક અને લુખ્ખા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.