ભરૂચના જંબુસરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામનાર 296 આવાસોનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચની જંબુસર નગરપાલિકા વિસ્તારમાં કલક રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા 296 આવાસોના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડી. કે. સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજનાના 296 લાભાર્થીઓ પૈકી 14 લાભાર્થીઓને મંજૂરી પત્રો ધારાસભ્યના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.જંબુસર નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 800 આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ઘરવિહોણા અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ પ્રસંગે પ્રમુખ ચૈતાલી પ્રજાપતિ, મહામંત્રી શૈલેષ પટેલ, વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
