ભરૂચના નબીપુર ઓવરબ્રિજ નજીક નેશનલ હાઈવે-48 પર ખુલ્લી જગ્યામાં ઠલવાયેલા શંકાસ્પદ કેમિકલયુક્ત કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. જેના કારણે હાઈવે પર ધુમાડો ફરી વળતાં વાહનચાલકો માટે વિઝિબિલિટી ઘટી ગઈ હતી અને અકસ્માતનો ભય સર્જાયો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા બે દિવસથી કચરો સળગી રહ્યો છે, છતાં સવાલ એ છે કે આ કચરો અહીં કોણ ઠાલવી ગયું અને તેને સળગવા દેવામાં કેમ આવ્યો?કેમિકલયુક્ત કચરાના કારણે આસપાસના વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.હવે તંત્ર આ મામલે ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે, તે જોવું રહ્યું.