ભરૂચના હાંસોટમાં કાર્યવાહી

પોલીસની કાર્યવાહી

અસામાજિક તત્વો પર લાલ આંખ

ગેરકાયદેસર દબાણ દૂર કરાયા

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભરૂચના હાંસોટમાં પોલીસ અને તંત્ર દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.અસામાજિક તત્વો દ્વારા ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું

ભરૂચના હાંસોટમાં તાજેતરમાં થયેલી હિંસક અથડામણ બાદ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અથડામણના આરોપી અબ્દુલ કાદિર કાનૂગા અને ઇદ્રિશ ખ્વાજાના કથિત ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે.હાંસોટ સર્કલ નજીક સરકારી જમીન પર ઉભી કરવામાં આવેલી કેબિનોને પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં હટાવી લેવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ કાર્યવાહી દરમિયાન હાંસોટ પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા, મામલતદાર રણજીત મકવાણા, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.પોલીસ અને તંત્રની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીને પગલે હાંસોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ વધુ સક્રિય બની છે.