અંકલેશ્વરના ત્રણ રસ્તા શાકમાર્કેટનો વિવાદ

નગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવ્યા હતા

આજે પરિસ્થિતિ જૈસેથે જ થઈ ગઈ

વિપક્ષના શાસકો પર પ્રહાર

કામગીરી સામે સવાલ ઉભા કર્યા

અંકલેશ્વર નગર પાલિકાના વિપક્ષના સભ્ય દ્વારા ત્રણ રસ્તા સર્ક પાસે ગેરકાયદેસર રીતે સ્થાયી લારીઓ હટાવવા અને સ્થાનિક ખેડૂતો,પથારાવાળાઓને સંરક્ષણ આપવા રજુઆત કરી છે.

અંકલેશ્વર નગર પાલિકાના વોર્ડ નંબર-8ના નગર સેવક જહાંગીર પઠાણ દ્વારા મુખ્ય અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે ગેરકાયદેસર રીતે સ્થાયી ઉભેલ લારીઓ હટાવવા અને સ્થાનિક નાના ખેડૂતો,પથારાવાળાઓને સંરક્ષણ આપવા અને લારીઓ વાળાઓ પાસેથી ગેરકાયદેસર હપ્તા વસૂલી કરતા માથાભારે તત્વો સામે તાત્કાલિક અસરથી કડક કાનૂની કાર્યવાહી કરવામાં માંગ કરી છે.સાથે તેઓએ હાલમાં બહારથી અને ભરૂચ તરફથી આવતી અંદાજીત 15 જેટલી લારીઓને ત્રણ રસ્તા સર્કલ ઉપર આખો દિવસ સ્થાયી ધોરણે અડીંગો જમાવી ઉભી રહે છે.જેને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે.તેવા આક્ષેપ પણ કર્યા છે.જેને પગલે પથારાવાળાઓનો વ્યવસાય જોખમાય રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.અને સ્થાયી લારીઓ હટાવવાની માંગ સાથે ફરતી લારીઓને શાકભાજી,ફ્રુટ વેચાણ કરવા ફેરિયા અને પથારાવાળાઓને છૂટછાટ આપવા માંગણી કરવામાં આવી છે. નગરસેવા સદન તંત્ર દ્વારા શાક માર્કેટમાં ટ્રાફિકને અડચણરૂપ લારીઓ હટાવી લેવામાં આવી હતી પરંતુ બીજા દિવસે પરિસ્થિતિ જૈસે થે થઈ ગઈ હતી ત્યારે આ સમગ્ર મામલામાં ભાજપના જ એક નેતાની ભૂમિકા હોવાનું ચર્ચા રહ્યું છે.