ભરૂચ કલેકટરને કરાય રજુઆત

આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

પુષ્પમ બંગલોઝ સહિતની સોસા.ના રહીશોની રજુઆત

હાઈટેનસન લાઇન નજીક મોબાઈલ ટાવરનો વિરોધ

યોગ્ય કાર્યવાહીની કરાય માંગ

ભરૂચના પુષ્પમ બંગલોઝ સહિતની સોસાયટીના રહીશો દ્વારા 132 KV હાઈટેન્શન લાઈન નજીક મોબાઈલ ટાવર ઉભો કરવા સામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે

ભરૂચના પુષ્પમ બંગ્લોઝ, આશાપુરી સોસાયટી અને રચના નગર વિસ્તારના રહીશો દ્વારા રહેણાંક વિસ્તારમાં તથા 132 KV હાઈટેન્શન લાઈન નજીક ગેરકાયદેસર રીતે ઉભા કરાતા મોબાઈલ ટાવરને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી  વિના ગેરકાયદેસર રીતે મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી ચાલી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ટાવર રહેણાંક વિસ્તારની વચ્ચે આવેલો છે અને તેની નજીકથી 132 KVની હાઈટેન્શન વીજ લાઈન પસાર થાય છે, જેના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.રહીશોએ ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય અથવા જાનમાલને નુકસાન થાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સ્થાનિકોએ કલેક્ટર સમક્ષ તાત્કાલિક તપાસના આદેશ આપવા, મોબાઈલ ટાવરનું બાંધકામ અટકાવવા અને રહીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ટાવર હટાવવાની કાર્યવાહી કરવા માંગ કરી છે.