અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
મામલતદાર કચેરી ખાતે આયોજન
ગણેશ મહોત્સવ અંગે બેઠક યોજાઇ
મામલતદારની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન
વિસર્જન સહિતની તૈયારી બાબતે કરાય ચર્ચા
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે મામલતદારની અધ્યક્ષતા હેઠળ આગામી ગણેશ ઉત્સવ અને વિસર્જનના સુચારુ આયોજન અંગે વહીવટી તંત્ર ઓએનજીસી અને પોલીસ વિભાગ સાથે બેઠક યોજાય હતી.
આગામી ગણેશ ઉત્સવ અને ગણેશ વિસર્જનના સુચારુ આયોજન અંગે અંકલેશ્વર મામલતદાર રાજન વસાવાની અધ્યક્ષતા હેઠળ મિટિંગ યોજાય હતું.આ મિટિંગમાં નગરપાલિકા ,ડીજીવીસીએલ ,માર્ગ મકાન વિભાગ ,પોલીસ વિભાગ ઓએનજીસી,તલાટીઓ સહીત વહીવટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં જૂની દીવી ગામ પાસે,નવા બોરભાઠા ગામે જળકુંડ અને જીઆઇડીસી વિસ્તારમાં કૃત્રિમ કુંડ તૈયાર કરવા અંગેનું આયોજન તેમજ સુરવાડી ગામની સીમમાં આવેલ તળાવ ખાતે વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં ગણેશ વિસર્જન યાત્રાના ચોક્કસ રૂટ, ટ્રાફિક વ્યવસ્થાપન અને વિસર્જન રૂટ પર રસ્તાઓનું સમારકામ, વીજ લાઈનોનું વ્યવસ્થાપન અને ક્રેનની વ્યવસ્થા પૂરી પાડવા માટેનું આયોજન તેમજ વિસર્જન સ્થળ પર પૂરતી લાઈટિંગ, ક્રેન, ફાયર બ્રિગેડની ટીમ અને પૂરતા પ્રમાણમાં તરવૈયાઓ તૈનાત રાખવા સૂચનો કરાયા હતા ગણેશ વિસર્જનના દિવસે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે રૂટ નક્કી કરવા,રસ્તાઓ પર નડતરરૂપ દબાણો દૂર કરવા અને ખાડાઓ પૂરવા માટે સૂચના આપવામાં આવી હતી.આ મિટિંગમાં તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ ,સહીત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
