બાળકોમાં દાંતની સ્વચ્છતા જાળવવા અંગે કાર્યક્રમ યોજાયો
વેલ્ફેર હોસ્પિટલ અને હેપ્પી હાર્ટ પ્રિ-સ્કૂલનો સંયુક્ત પ્રયાસ
બાળકો માટે દાંતના ચેકઅપ કેમ્પનું વિશેષ આયોજન કરાયું
બાળકોને દાંતની યોગ્ય સંભાળ અંગે ખાસ માર્ગદર્શન અપાયું
ડો. ફરહીંન પટેલ તથા ડો. એકતા ઘડિયાળીએ સેવાઓ આપી
શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર સ્થિત હેપ્પી હાર્ટ પ્રિ-સ્કૂલ ખાતે બાળકો માટે દાંત ચેકઅપ કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોમાં નાની ઉંમરથી જ દાંતની સ્વચ્છતા અને મૌખિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ દ્વારા ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હેપ્પી હાર્ટ પ્રિ-સ્કૂલ ખાતે બાળકો માટે દાંત ચેકઅપ કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન ડો. ફરહીંન પટેલ તથા ડો. એકતા ઘડિયાળી દ્વારા બાળકોના દાંતની તપાસ કરવામાં આવી હતી. તબીબોએ બાળકોને દાંતની યોગ્ય સંભાળ, નિયમિત બ્રશિંગ અને મૌખિક સ્વચ્છતા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ આપ્યું હતું. આ પ્રસંગે હેપ્પી હાર્ટ પ્રિ-સ્કૂલના પ્રિન્સિપાલ આરેફા મેવાવાલા, ફાઉન્ડર રિયાઝ પટેલ, ભરૂચ વેલ્ફેર હોસ્પિટલના તબીબો, શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
