ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ગુજરાતી મિશ્ર શાળા, કલા મંદિરની સામે સેવાશ્રમ રોડ ખાતે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ઈકો ફ્રેન્ડલી માટીના ગણેશ બનાવવાની સ્પર્ધા તથા આરતી ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કુદરતી રંગો, શણગાર તથા ફુલ- વસ્તુઓના ઉપયોગથી ઈકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિઓ બનાવી હતી તથા કુદરતી રંગોથી સુંદર આરતી ડેકોરેશન કરી ઉપસ્થિત મહેમાનોના મનમોહી લીધા હતા.

આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન અને સેક્રેટરી સીમાબેન ચુડાસમા, ઉપપ્રમુખ શીલાબેન પટેલ, સદસ્ય નીલમબેન ઠાકુર, મધુમિતા પાલ, મીનાક્ષીબેન પરમાર, રજની શર્મા તથા શાળાના શિક્ષકોએ ઉપસ્થિત રહી વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.