ભરૂચના હાંસોટના ખરચ ગામે આવેલો છે આશ્રમ

દત્તાશ્રય આશ્રમમાં કરાયુ આયોજન

શ્રાવણ માસના અંતિમ દિવસે આયોજન

1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ

મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લીધો લાભ

ભરૂચના હાંસોટના ખરચ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટયા હતા.

ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામે આવેલા દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસના અંતિમ દિવસે ભવ્ય શિવભક્તિ મહોત્સવ યોજાયો હતો. છેલ્લા દસ વર્ષથી ચાલી આવતી પવિત્ર પરંપરાને આગળ ધપાવતા સતત 11મા વર્ષે સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દિવ્ય ભસ્મ આરતી સાથે ભગવાન શિવની વિશેષ આરાધના કરવામાં આવી હતી.

સવા લાખ શિવલિંગના દર્શન અને ભસ્મ આરતીમાં ભાગ લેવા માટે સમગ્ર વિસ્તાર સહિત દૂરદૂરથી  શ્રદ્ધાળુઓ આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા.ભક્તોએ ભગવાન ભોળેનાથના દર્શન કરી વિશ્વ શાંતિ અને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આશ્રમ દ્વારા દર્શનાર્થે આવતા ભક્તો માટે વિશાળ મહાપ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.‘હર હર મહાદેવ’ના જયઘોષથી સમગ્ર આશ્રમ પરિસર શિવમય બની ગયું હતું.