અંકલેશ્વરમાં ભક્તિનો માહોલ

માતાજીનો સંઘ અંબાજી જવા રવાના

સંઘમાં 300 ભક્તો જોડાયા

ભાદરવી પૂનમે ચઢાવશે ધજા

માતાજીના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ

અંકલેશ્વરના જુના દિવા-અંદાડા ગામના માઇ ભક્તોનો પગપાળા સંઘ શક્તિપીઠ અંબાજી ધામ ખાતે રવાના થયો હતો.આ સંઘમાં 300 જેટલા માઈ ભક્તો જોડાયા છે

શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યભરમાંથી માઈ ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના જુના દિવા-અંદાડા ગામનો માઈ ભક્તોનો સંઘ  માતાજીના રથ અને ધજા સાથે બોલો અંબે જય જય અંબે’ ના જયઘોષ સાથે અંબાજી ધામ ખાતે જવા નીકળ્યો હતો.

ગડખોલ પાટિયા ખાતે બંન્ને ગામના માઇ ભક્તો ભેગા થયા હતા અને ત્યાંથી માતાજીની આરતી ઉતારી અંબાજીધામ તરફ પ્રયાણ કર્યું હતું.આ સંઘમાં અંદાજિત 300થી વધુ માઇ ભક્તો જોડાયા હતા  અને 12 દિવસ બાદ તા.23 મી સપ્ટેમ્બરના રોજ અંબાજી પહોંચીને માતાજીના શિખર પર ભક્તિભાવ પૂર્વક ધ્વજારોહણ કરવામાં આવશે.આ સંઘમાં આયોજક ઈશ્વરભાઈ પરમાર ,ગૌરાંગભાઈ,હરીશભાઈ પટેલ સહીતના આયોજકો જોડાયા હતા