ભરૂચના હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે હિન્દી દિવસની ઉજવણી ઉત્સાહ, ઉમંગ તથા સાહિત્યિક ગૌરવ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ વિદ્યાર્થીઓ દ્વારા દોહા અને ચોપાઈની મધુર રજૂઆતથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વ્યંગ્ય, વિનોદ અને રમૂજી ટુચકાઓ દ્વારા ઉપસ્થિત સૌને ખડખડાટ હસાવવામાં આવ્યા હતા. કવિ સંમેલનમાં વિદ્યાર્થીઓએ પોતાની કાવ્યપ્રતિભા રજૂ કરી ભાવોની રંગીન દુનિયા સર્જી હતી. શાસ્ત્રીય નૃત્યની મનમોહક રજૂઆત દ્વારા ભારતીય કલા અને સંસ્કૃતિની ભવ્ય પરંપરા પણ જીવંત બની હતી.

Oplus_16908288

હિન્દી ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાન અને ભાષાકીય કૌશલ્યની કસોટી કરવામાં આવી હતી. ‘હિન્દીનું મહત્ત્વ’ વિષય પર રજૂ કરાયેલા નુક્કડ નાટકે માતૃભાષાના સન્માન તથા દૈનિક જીવનમાં હિન્દીના વધુમાં વધુ ઉપયોગનો અસરકારક સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થી દ્વારા રજૂ કરાયેલા હિન્દી દિવસના વક્તવ્યમાં હિન્દી ભાષાની ઉપયોગિતા, વ્યાપકતા અને ગૌરવ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય ભગવાનદાસ કોટવાણીએ

Oplus_16908288

 સંબોધનમાં હિન્દીને માત્ર એક વિષય નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને અસ્મિતાની ઓળખ ગણાવી હતી. તેમણે વિદ્યાર્થીઓને હિન્દી ભાષાના સન્માન, સંવર્ધન અને પ્રસાર માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી.આ પ્રસંગે શાળાના શિક્ષકો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.