નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓમાં વધારો
કિડની બિલ્ડીંગ ખાતે નવી સુવિધાઓનું લોકાર્પણ
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની દ્વારા લોકાર્પણ
ડાયાલિસિસ સેન્ટરમાં 14ના બદલે હવે 30 બેડ ઉપલબ્ધ
મેડિકલ અને સર્જિકલ ICU બેડની ક્ષમતા વધારીને 20 કરાઈ
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ અને ICU બેડની ક્ષમતા બમણી કરીને દર્દીઓ માટે અત્યાધુનિક તબીબી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે અત્યાધુનિક તબીબી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતભરમાંથી આવતા દર્દીઓને વધુ સારી અને ઝડપી સારવાર મળી રહે તે હેતુથી કિડની બિલ્ડીંગ ખાતે ડાયાલિસિસ અને ICU બેડની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જ્યાં તેમણે નવી સુવિધાઓને જનતા માટે ખુલ્લી મૂકી હતી.
આ નવીન વિતરણ હેઠળ, સિવિલ હોસ્પિટલના ડાયાલિસીસ સેન્ટરમાં અગાઉ રહેલા 14 બેડની ક્ષમતા વધારીને હવે 30 બેડ કરી દેવામાં આવી છે. આ વધારાથી કિડનીના ગંભીર દર્દીઓને સમયસર ડાયાલિસીસની સુવિધા મળશે અને તેમણે લાંબા વેટિંગ સમયમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત, હોસ્પિટલમાં મેડિકલ અને સર્જિકલ ICU બેડની સંખ્યા પણ 10થી વધારીને 20 કરાઈ છે, જેથી ઈમરજન્સી અને ક્રિટિકલ કેરની જરૂરિયાત વાળા દર્દીઓને તત્કાલ સુવિધા પૂરી પાડી શકાય.
આ લોકાર્પણની સૌથી વિશેષ વાત એ છે કે, ઓર્ગન ડોનેશન (અંગદાન) મેળવતા કે આપતા દર્દીઓ માટે 3 બેડનું એક સ્પેશિયલ આઇસોલેશન શરૂ કરવામાં આવ્યું છે.
