ભરૂચમાં વરસાદી માહોલ

પશ્ચિમ વિસ્તારમાં દુર્ઘટના

વૃક્ષ ધરાશાયી થતા દોડધામ

વીજ પોલ પણ ધરાશયી

સ્થાનિકોમાં ભયનો માહોલ

ભરૂચના બી ડિવિઝન પોલીસ મથક નજીક ગાયત્રી નગર પાસે વરસાદી માહોલમાં વૃક્ષ ધરાશાયી થતા વીજ પોલ પણ ધરાશાયી થઈ ગયા હતા.

ભરૂચના વોર્ડ નંબર 9માં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા ગાયત્રી નગર પાસે વરસાદી માહોલ વચ્ચે દુર્ઘટના સર્જાઈ છે. ભારે વરસાદ વચ્ચે એક વૃક્ષ અચાનક ધરાશાયી થતાં તેની સાથે વીજ પોલ પણ ધરાશાયી થયા હતા.વીજ પોલ પડી જતાં વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને વીજળી ડુલ થઈ ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

બીજી તરફ, ગાયત્રી નગર વિસ્તારમાં આવેલી અતિજર્જરિત ઇમારતને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ જર્જરિત ઇમારતને તાત્કાલિક ઉતારી લેવા માંગ કરી છે.સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા જોખમી ઇમારત સહિત સમગ્ર વિસ્તારનું તાત્કાલિક નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.