અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ઠાકોરભાઈ પટેલ કોલેજ ખાતે આયોજન
વિદાય સમારોહનું આયોજન કરાયું
અધ્યાપિકા ડો.વર્ષા પટેલનો વિદાય સમારોહ યોજાયો
અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડો.વર્ષા પટેલ નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો.
અંકલેશ્વરમાં શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ ખાતે ગુજરાતી વિભાગનાં અધ્યાપિકા ડૉ. વર્ષાબેન પટેલની નિવૃત્તિ નિમિત્તે વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. કોલેજના આચાર્ય ડૉ. જી. કે. નંદાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ડૉ. વર્ષાબેન પટેલની લાંબી શૈક્ષણિક સેવાઓ અને સંસ્થા પ્રત્યેના યોગદાનને બિરદાવ્યું હતું.

સન્માનવિધિ દરમિયાન સંસ્થાના એડમીનીસ્ટ્રેટર ચિરાગ શાહ, કો-એડમિનિસ્ટ્રેટર બળવંતસિંહ પટેલ સહિત આગેવાનોએ પુષ્પગુચ્છ અર્પણ કરી, શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરી ડૉ. વર્ષાબેન પટેલનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોએ ડૉ. વર્ષાબેન પટેલની શૈક્ષણિક સેવાઓ ઉપરાંત NSS પ્રોગ્રામ ઓફિસર તરીકે વિદ્યાર્થીઓના ઘડતર અને રાષ્ટ્રસેવામાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું.વિદાયમાન અધ્યાપિકા ડૉ. વર્ષાબેન પટેલ વતી તેમના જીવનસાથી ડૉ. નરેશભાઈ વાઘેલાએ લાગણીસભર પ્રતિભાવ આપી સંસ્થાના સંચાલકો તથા સ્ટાફ પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
