અંકલેશ્વર GIDC વિસ્તારમાં DPMC ફાયર સ્ટેશન અને પ્રતિન બ્રિજ વચ્ચે અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરિટીની પીવાના પાણીની પાઇપલાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા મોટી માત્રામાં પાણી રસ્તા પર વહી નીકળ્યું હતું.પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીના ઉંચા ફુવારા ઉડતા જોવા મળ્યા હતા. જેના કારણે હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ ગયું હતું.
પાણીનો બગાડ થતાં સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.પીવાના પાણી જેવી મહત્વપૂર્ણ સુવિધાની પાઇપલાઇનમાં વારંવાર ભંગાણ સર્જાતા પાણીનો મોટાપાયે વેડફાટ થતો હોવાની ચર્ચા વચ્ચે તાત્કાલિક ધોરણે ભંગાણનું સમારકામ કરી પાણીનો બગાડ અટકાવવાની માંગ ઉઠી છે.
