પી.પી. સવાણી હોસ્ટેલ ફૂડ પોઈઝનિંગ કેસમાં મનપાની મોટી કાર્યવાહી

ઘટના બન્યા છતાં હોસ્ટેલ પ્રશાસને આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી

મોડી જાણ કરવા અને પુરાવાનો નાશ કરવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ

100 જેટલા વિદ્યાર્થીઓ પનીરનું શાક ખાધા બાદ થયા હતા બીમાર

રસોડાના કર્મચારીઓ પાસે મેડિકલ સર્ટિફિકેટ પણ ન હોવાનો ખુલાસો

સુરતની પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવ્યા બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે. હોસ્ટેલ તંત્રની બેદરકારી સામે મનપા દ્વારા હોસ્ટેલ સંચાલકોને રૂપિયા 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સુરતની ચર્ચિત પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવ્યા બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે.હોસ્ટેલ તંત્રની મોટી બેદરકારી સામે આવતા મનપા દ્વારા હોસ્ટેલ સંચાલકોને રૂ.1 લાખ રૂપિયાનો કડક દંડ ફટકારવામાં આવ્યો છે.

હોસ્ટેલમાં પનીરનું શાક ખાધા બાદ અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જોકે, આટલી મોટી ઘટના બન્યા છતાં હોસ્ટેલ પ્રશાસને તુરંત આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી અને બીજા દિવસે માહિતી આપવામાં આવી હતી. એટલું જ નહીં, આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે તપાસ માટે પહોંચે તે પહેલાં જ રસોડામાંથી શંકાસ્પદ ફૂડનો નાશ કરી દેવામાં આવ્યો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.

આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન હોસ્ટેલના રસોડામાં કામ કરતા કર્મચારીઓના જરૂરી મેડિકલ સર્ટિફિકેટ પણ અધિકારીઓને મળી આવ્યા ન હતા. આરોગ્ય ક્ષેત્રે આટલી મોટી ગંભીર બેદરકારી સામે આવતા પાલિકાએ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.